ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા એનટીસીપી નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન

 

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રીના  માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા એનટીસીપી નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આરબીએસકે ટીમ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલડીનો તમામ સ્ટાફ તેમજ પાલડી પ્રાથમિક શાળાનો સ્ટાફ  પણ હાજર રહ્યો હતો. 

આ કાર્યક્રમમાં બાળકોએ વ્યસનમુક્તિ સહિતના વિષયો પર નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તજજ્ઞોએ બાળકોને આરોગ્યલક્ષી અને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી હર્ષા વાઘેલાએ કર્યું હતું અને પ્રાથમિક સ્કૂલના આચાર્યશ્રીએ સમગ્ર આયોજન બદલ આરોગ્ય વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.



Comments