‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંગણવાડી વેરાવળ ઘટક-૧માં રંગોળી દ્વારા રાષ્ટ્રભાવનાનો સંચાર

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંગણવાડી વેરાવળ ઘટક-૧માં રંગોળી દ્વારા રાષ્ટ્રભાવનાનો સંચાર
આંગણવાડી વેરાવળ ઘટક-૧માં સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના સુપરવાઈઝર તેમજ આંગણવાડી વર્કર, કાર્યકરો તેમજ હેલ્પર બહેનોએ સાથે મળીને ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉમળકાભેર ઉજવણી કરી હતી. આંગણવાડીમાં તિરંગા રંગોળી દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું અને આ રીતે રંગોળી દ્વારા રાષ્ટ્રભાવનાનો સંચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાના બાળકોએ વિવિધ વેશભૂષા દ્વારા પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. ‘હર ઘર તિરંગા’ અન્વયે સીડીપીઓશ્રીના માર્ગદર્શનમાં તિરંગા રેલી યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકો સહિત આંગણવાડીના તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક જોડાયાં હતાં.

Comments