ભોજડે પ્રાથમિક શાળાની ઝીલ બારડે વધાર્યું ગીર સોમનાથનું ગૌરવ
ભોજડે પ્રાથમિક શાળાની ઝીલ બારડે વધાર્યું ગીર સોમનાથનું ગૌરવ
નિપુણ ભારત મિશન અંતર્ગત આયોજિત ગીર સોમનાથ જિલ્લા કક્ષાની બાળવાર્તા લેખન સ્પર્ધામાં
શ્રી ભોજડે પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની બારડ ઝીલ રાજેશભાઈએ ઉત્તમ પ્રતિભા દાખવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આ નોંધપાત્ર સિદ્ધિથી શાળાનું તેમજ વિસ્તારનું ગૌરવ વધ્યું છે. ઝીલ બારડની આ સફળતા બદલ શાળા પરિવાર, શિક્ષકો તથા વાલીઓ દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ આવનારી ઝોન કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ઝીલ બારડની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને નિપુણ ભારત મિશનના હેતુને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
#NipunBharat
#StudentAchievement
#DistrictLevelSuccess
#StoryWritingCompetition
#YoungWriter
#SchoolPride
#GirlsAchievement
#EducationForAll
#FutureAchiever
#GirSomnath


Comments
Post a Comment